New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
જેસીઆઈ દ્વારા આયોજન કરાયું
ઈન્સ્ટોલેશન સેરેમની યોજાય
નવા પ્રમુખ તરીકે સાગર કાપડીયાએ શપથ ગ્રહણ કર્યા
જેસીઆઈ ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. ભરૂચના મોઢેશ્વરી હોલ ખાતે JCI Bharuchની ૬૨મી ઇન્સ્ટોલેશન સેરેમની યોજાય હતી જેમાં સાગર કાપડીયાએ JCI Bharuchના ૬૨મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મુખ્ય વક્તા તરીકે નીતિન ટેલર, વિમલ પાઠક ઉપસ્થિત રહ્યા હતા.
પદગ્રહણ અધિકારી તરીકે યોગેશ્વરી રાઠોડ અને સભ્ય તરીકે યોગેશ શીરોયા દ્વારા પણ શપથ લેવામાં આવ્યા.આ કાર્યક્રમમાં JCI ના સભ્યો, પૂર્વ પ્રમુખો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.JCI Bharuch દ્વારા સમાજહિત, યુવા વિકાસ અને નેતૃત્વ વિકાસના ક્ષેત્રે નવી દિશામાં કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
Latest Stories