New Update
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવવાની તૈયારીમાં છે. રવિવારની સાંજ સુધીમાં ડેમની સપાટી 138.59 મીટર નોંધાઈ છે.સરદાર સરોવર નર્મદા ડેમ હવે પૂર્ણ ભરાવવાથી માત્ર 9 સેન્ટીમીટર જ બાકી રહ્યો છે.
પુર નિયંત્રણ કક્ષ માંથી જાણવા મળ્યા મુજબ ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમના જળવિધુત મથકો થકી સરદાર સરોવરમાં 92,572 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.નર્મદા ડેમમાંથી 52,330 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ નદીની સપાટી વધીને 14.79 ફૂટે પહોંચી છે.નર્મદા ડેમ આવનાર સમયમાં સંપૂર્ણ ભરાઈ શકે છે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
Latest Stories