સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ થવાની નજીક,ડેમની જળ સપાટી 138.59 મીટર પહોંચી

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવવાની તૈયારીમાં છે. રવિવારની સાંજ સુધીમાં ડેમની સપાટી 138.59 મીટર નોંધાઈ, હવે પૂર્ણ ભરાવવાથી માત્ર 9 સેન્ટીમીટર જ બાકી

sardar
New Update

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવવાની તૈયારીમાં છે. રવિવારની સાંજ સુધીમાં ડેમની સપાટી 138.59 મીટર નોંધાઈ છે.સરદાર સરોવર નર્મદા ડેમ હવે પૂર્ણ ભરાવવાથી માત્ર 9 સેન્ટીમીટર જ બાકી રહ્યો છે.
 
પુર નિયંત્રણ કક્ષ માંથી જાણવા મળ્યા મુજબ ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમના જળવિધુત મથકો થકી સરદાર સરોવરમાં 92,572 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.નર્મદા ડેમમાંથી 52,330 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ નદીની સપાટી વધીને 14.79 ફૂટે પહોંચી છે.નર્મદા ડેમ આવનાર સમયમાં સંપૂર્ણ ભરાઈ શકે છે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
 

#Sardar Sarovar Narmada Dam #water level
Here are a few more articles:
Read the Next Article