ભરૂચ : અમલેશ્વરના સરપંચે માનવતાને સ્પર્શે તેવો સંદેશો આપ્યો, પોતાના જન્મદિવસે અંગદાનના અનોખા અભિયાનનો સંકલ્પ કર્યો...

ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રણા તથા તેમના પરિવારજનોએ સમાજને જાગૃત કરવા ‘અંગદાન એ જ મહાદાન’ના અનોખા અભિયાનનો સંકલ્પ કર્યો છે.

New Update
  • સમયસર અંગ ન મળતા કેટલાક દર્દીના થતાં મોત

  • અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રણાની પહેલ

  • પોતાના 51મા જન્મદિવસે લોકોને સ્પર્શે તેવો સંદેશ

  • અંગદાન કરવાના અનોખા અભિયાનનો સંકલ્પ કર્યો

  • પરિવારજનોએ પણ સામાજિક લોકજાગૃતિ ફેલાવી

ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રણાએ પોતાના 51મા જન્મદિવસે માનવતાને સ્પર્શે તેવો સામાજિક અને લોકજાગૃતિનો સંદેશ આપ્યો છે. દેશમાં દર વર્ષે સમયસર અંગ ન મળવાના કારણે અંદાજિત 400 જેટલા દર્દીઓ જીવ ગુમાવતા હોવાની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે સરપંચે સમાજને જાગૃત કરવા અનોખા અભિયાનનો સંકલ્પ કર્યો છે. કિરીટસિંહ રણાએ જન્મદિવસના અવસર પર પોતાનો અને ધર્મપત્ની હેમાંગીબા રણાપરિવારના સભ્યો હેમરાજસિંહ રણા અને મહાવીરસિંહ રણાએ અંગદાનની સત્તાવાર જાહેરાત કરી છે.

તેમનો આ નિર્ણય માત્ર વ્યક્તિગત નથીપરંતુ સમગ્ર સમાજને અંગદાન તરફ પ્રેરવા અને જીવન બચાવતી મહામુહિમને ગતિ આપવા માટેનું એક શક્તિશાળી સંદેશ છે.

અમલેશ્વરના સરપંચ કિરીટસિંહ રણાએ જણાવ્યું હતું કેઅનેક દર્દીઓને માત્ર એક અંગ સમયસર ન મળવાને કારણે જીવન ગુમાવવું પડે છેત્યારે સમાજમાં જાગૃતિ અને સમજણ વધારવાની અત્યંત જરૂર છે. તેમણે આવનારા સમયમાં ગામ અને આસપાસના વિસ્તારોમાં અંગદાન અંગે વધુ જનજાગૃતિ અભિયાન ચલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. અંગદાન જેવી પવિત્ર સેવા માટેનું આ મોટિવેશનલ પગલું સ્થળીય સ્તરે ચર્ચાનો વિષય બન્યું છેઅને સમાજમાં નવજીવન જગાડતું ઉદાહરણ રૂપ બની રહ્યું છે.

Latest Stories