વિદ્યાર્થિનીઓની સ્કોલરશીપ નર્સિંગ કોલેજોના સંચાલકોએ ચાઉ કરી:ચૈતર વસાવા

ખાનગી યુનિ.ની 3 નર્સિંગ કોલેજોના સંચાલકોની મનમાની, આદિવાસી વિદ્યાર્થિનીઓની સ્કોલરશીપ ચાઉ કર્યાનો આક્ષેપ, નર્સિંગના નામે ચાલતા કૌભાંડ અટકવા જોઈએ : ચૈતર વસાવા

New Update

ખાનગી યુનિ.ની 3 નર્સિંગ કોલેજોના સંચાલકોની મનમાની

આદિવાસી વિદ્યાર્થિનીઓની સ્કોલરશીપ ચાઉ કર્યાનો આક્ષેપ

વધુમાં ધમકી આપતા હોવાના વિદ્યાર્થિનીઓએ કર્યો આક્ષેપ

આપના ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરાય

નર્સિંગના નામે ચાલતા કૌભાંડ અટકવા જોઈએ : ચૈતર વસાવા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ચાલતી ખાનગી યુનિવર્સિટીની 3 નર્સિંગ કોલેજોના સંચાલકો આદિવાસી વિદ્યાર્થિનીઓની સ્કોલરશિપ ચાઉ કરી ધમકી આપતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થિનીઓએ ઈન્ડિયા ગઠબંધનના કાર્યાલય ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકાની આમ જનતાના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અંકલેશ્વરના ચૌટા નાકા પાસે ઈન્ડિયા ગઠબંધન દ્વારા કાર્યાલય કાર્યરત કરવામાં આવ્યું છે. જે કાર્યાલય ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય આગેવાનો ભેગા થયા હતા. તે સમયે અંકલેશ્વરમાં ચાલતી ખાનગી યુનિવર્સિટીની 3 નર્સિંગ કોલેજની 80થી વધુ વિદ્યાર્થિનીઓ રજૂઆત કરવા માટે આવી પહોંચી હતી.

3 નર્સિંગ કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને તાલીમ અને નોકરી આપવાના બહાને તેઓના ઓરીજનલ ડૉક્યુમેન્ટ લઈ સ્કોલરશીપ ચાઉ કરી તમામ ડૉક્યુમેન્ટ પરત નહીં આપી સંચાલકો ધમકી આપતા હોવાના આક્ષેપ સાથે ધારાસભ્યને રજૂઆત કરી હતી. વિદ્યાર્થિનીઓની રજૂઆત સાંભળી ધારાસભ્યએ તેઓના ઓરીજનલ ડૉક્યુમેન્ટ પરત અપાવવા સાથે જો સંચાલકો ડૉક્યુમેન્ટ નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવા સાથે આ મુદ્દે ગાંધીનગર ખાતે રજૂઆત કરવાની ખાતરી આપી હતી. ગુજરાતમાં નર્સિંગના નામે ચાલતા કૌભાંડ અટકાવવા જોઈએ તેવી માંગણી સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ રોષ વ્યક્ત કર્યો હતો.

 

Latest Stories