ભરૂચ : રેલવે સ્ટેશન પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ,પોલીસ બંદોબસ્ત સાથેના ચેક પોઇન્ટ ઉભા કરાયા

દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ ગુજરાત રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. અને સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે......

New Update
  • દિલ્હી કાર બ્લાસ્ટ બાદ ભરૂચમાં હાઈ એલર્ટ

  • રેલવે સ્ટેશન પર સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

  • પોલીસ તેમજ આરપીએફ દ્વારા સઘન ચેકિંગ

  • પ્લેટફોર્મ,પાર્કિંગ,પ્રવેશદ્વાર પાસે ચેકિંગ કરાયું

  • રેલવે સ્ટેશન પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય  

દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ બાદ ભરૂચમાં પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.અને રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મપાર્કિંગ ઝોન તેમજ સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે તાકીદના ચેક પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે.

 દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ ગુજરાત રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. અને સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.તેના અનુસંધાને ભરૂચ રેલવે સ્ટેશન પર પોલીસ તેમજ આરપીએફ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. સ્ટેશન પર આવતી અને જતી તમામ ટ્રેનોમાં મુસાફરોના સામાનની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. સાથે સાથે પ્લેટફોર્મ વિસ્તારપાર્કિંગ ઝોન તેમજ સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે તાકીદના ચેક પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે.

રેલવે પોલીસ (GRP) અને આરપીએફની સંયુક્ત ટીમે સ્ટેશનના દરેક ખૂણામાં શંકાસ્પદ બેગપેકેટ કે વાહન અંગે માહિતી મળતા તરત તપાસ હાથ ધરાઈ હતી. સ્ટેશનના CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.સુરક્ષા તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરે. સ્ટેશન પર મુસાફરોની અવરજવર વચ્ચે વધારાના પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.ભરૂચ રેલવે સ્ટેશન પર હાલ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છેજ્યારે મુસાફરોમાં પણ ચેકિંગ અભિયાનને લઈ સાવચેતી અને સતર્કતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Latest Stories