New Update
ભરૂચમાં આવેલી છે દૂધધારા ડેરી
ડેરી ખાતે સેમિનારનું કરાયુ આયોજન
સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સેમિનાર યોજાયો
ડેરીના સ્થાપના દિવસની પણ કરાય ઉજવણી
ભરૂચની દૂધધારા ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની દૂધધારા ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દરમિયાન અભિયાન અંતર્ગત અમલમાં રહેલી વિવિધ સહકારી યોજનાઓ, દૂધ ઉત્પાદકોને મળતી સુવિધાઓ તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
સેમિનાર સાથે જ દૂધધારા ડેરીની સ્થાપનાના 66 વર્ષ પૂર્ણ થતા ઉજવણી પણ કરવામાં આવી હતી. આ અવસરે કેક કટિંગ સહિતની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં દૂધધારા ડેરીના વાઇઝ ચેરમેન સંજયસિંહ રાજ, મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ સહિત ડેરીના આગેવાનો, અધિકારીઓ અને દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ સહકાર ક્ષેત્રની મહત્વતા અને દૂધ ઉત્પાદકોના આર્થિક સશક્તિકરણ માટે સહકારી સંસ્થાઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
Latest Stories