/connect-gujarat/media/media_files/2025/08/08/upl-university-2025-08-08-13-20-14.jpg)
ભરૂચ જિલ્લાના વાલિયા સ્થિત UPL યુનિવર્સિટી ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ અને મહિલા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ પી.આર.વાઘેલાની સૂચના મુજબ ગત તા. 07/08/2025ના રોજ વાલિયા ખાતે આવેલી UPL યુનિવર્સિટીમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં પીએસઆઈ વી.એ.આહીર દ્વારા વર્તમાન સમયમાં વધતી ગુનાહિત ઘટનાઓને ધ્યાનમાં રાખી સ્વરક્ષણ, જાતીય શોષણ, હેરાનગતિ, છેડતી તેમજ સાયબર ક્રાઇમ જેવા વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/08/women-safety-2025-08-08-13-18-55.jpg)
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ તરફથી તૈયાર કરાયેલ પ્રેઝન્ટેશન અને ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ સહિત અંકલેશ્વર શી ટીમના સભ્યોએ પોતાની કાર્યપદ્ધતિ અંગે માહિતી આપી વિદ્યાર્થીઓ અને UPL યુનિવર્સિટી પરિવારને માર્ગદર્શન આપ્યું હતું.