New Update
ભરૂચના સિનિયર તસવીરકાર દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી અંતર્ગત ફોટોગ્રાફર તેમજ વીડિયોગ્રાફર મિત્રોને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર વિશ્વમાં તારીખ 19મી ઓગષ્ટના દિવસને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ભરૂચના સિનિયર ફોટોગ્રાફરે વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે ફોટોગ્રાફર-વિડિયોગ્રાફર મિત્રોને શુભેચ્છા પાઠવી હતી.
વિશ્વ ફોટોગ્રાફી દિવસની શરૂઆત તારીખ 19 ઓગષ્ટ 1839ના રોજ થઈ હતી, જ્યારે ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સે ડેગ્યુરેઓટાઈપ પ્રક્રિયાની જાહેરાત લોકો સમક્ષ કરી હતી. પ્રકાશ-સંવેદનશીલ સપાટી પર કાયમી ફોટો કેપ્ચર કરવાની તે પ્રારંભિક પદ્ધતિઓમાંની એક હતી.
તારીખ 19 ઓગષ્ટ 1839ના રોજ, ફ્રાન્સની સરકારે આ શોધ માટે પેટન્ટ ખરીદ્યું અને તેને "વિશ્વને મફત" ભેટ તરીકે આપી હતી. તેથી, આ દિવસ પછી થી તારીખ 19 ઓગષ્ટને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે. વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવાની ઘણી રીતો છે, પ્રથમ વિશ્વ ફોટોગ્રાફી દિવસ 19 ઓગષ્ટ, 2010ના રોજ યોજાયો હતો. આ તારીખે લગભગ 270 ફોટોગ્રાફરોએ વૈશ્વિક ઓનલાઈન ગેલેરીમાં તેમના ચિત્રો શેર કર્યા હતા.અને 100 થી વધુ દેશોના લોકોએ ઓનલાઈન ગેલેરીની મુલાકાત લીધી.
આ ઇવેન્ટ પ્રથમ સત્તાવાર વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ચિહ્નિત થયો છે. આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચના સિનિયર ફોટોગ્રાફર જગદીશ શેડાલાએ વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર મિત્રોને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.

Latest Stories