ભરૂચ વાલિયા કોર્ટેના સજાના હુકમને પડકારતી આરોપીની અરજીને રદ કરતી સેશન્સ કોર્ટ

આરોપી હરેશ  કાતરીયાને તકસીરવાર ઠેરવીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ 50 લાખ 90 હજાર વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો,આરોપી હરેશ  કાતરીયાને તકસીરવાર ઠેરવીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ 50 લાખ 90 હજાર વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો,

New Update
cheque-bounce
ભરૂચ જિલ્લાના વાલિયા ખાતેની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો,જેને આરોપીએ અંકલેશ્વર એડિશનલ સેશન્સ કોર્ટમાં પડકારતી અરજી કરી હતી, સેશન્સ કોર્ટે આ અપીલને રદ કરીને સજાનો હુકમ યથાવત રાખ્યો હતો,અને આરોપી વિરુદ્ધ ગેરજમાનતી વોરંટ ઇસ્યુ કર્યું હતું.  
પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના કોંઢ ગામના ઇકબાલ મહંમદ ટેલરે અંકલેશ્વર જીઆઇડીસીના વૃંદાવન બંગ્લોઝમાં રહેતા હરેશ મંગળભાઈ કાતરીયાએ દેવું ચૂકવવા માટે આપેલો રૂપિયા 50 લાખ 90 હજારનો ચેક બેંક માંથી રિટર્ન થયો હતો,જે અંગેનો કેસ વાલિયાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી હરેશ  કાતરીયાને તકસીરવાર ઠેરવીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ 50 લાખ 90 હજાર વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો,
જોકે હરેશ કાતરીયાએ કોર્ટના હુકમને પડકારતી અપીલ અંકલેશ્વરના સેશન્સ જજ વી.જે.કલોતરાની કોર્ટમાં કરી હતી, અને ફરિયાદી પક્ષે એડવોકેટ સમીર વકાનીએ ધારદાર દલીલો કરી હતી,અને સેશન્સ કોર્ટે તેઓની દલીલોને ગ્રાહ્ય રાખી વાલિયા કોર્ટના હુકમને યથાવત રાખ્યો હતો,તેમજ હરેશ કાતરીયાની અપીલને રદ કરી હતી,અને આરોપી સામે ગેરજમાનતી વોરન્ટ ઇસ્યુ કર્યું હતું,જોકે કોર્ટના હુકમ બાદ આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું હતું.     
Latest Stories