New Update
ભરૂચ જિલ્લામાં ધમધમતા ઉદ્યોગોમાં કેમિકલ,ડાયઝ ઇન્ટરમિડિયેટ, ફાર્મા,કાપડ,પ્લાસ્ટિક સહિતના ઉદ્યોગો પર મંદીનો વધુ એક માર પડ્યો છે.
બાંગ્લાદેશમાં વિદ્રોહ બાદ ફાટી નીકળેલી હિંસામાં ખુદ બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ રાજીનામુ આપીને દેશ છોડવાની નોબત આવી છે,ત્યારે ચોવીસ કલાક ઔદ્યોગિક ઉત્પાદનથી ધમધમતી ભરૂચ જિલ્લાની દહેજ,અંકલેશ્વર,પાનોલી,ઝગડીયા સહિતની ઉદ્યોગ નગરી પર પણ તેની ગંભીર અસર જોવા મળી રહી છે. કેમિકલ, ડાઇઝ ઇન્ટરમિડિયેટ, ફાર્મા,કાપડ તેમજ પ્લાસ્ટિક સહિતના ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા પર બ્રેક લાગી ગઈ છે. અંદાજિત 100 થી 150 કરોડ રૂપિયાનું મટીરીયલ એક્સપોર્ટ થતું હતું, જે અટકાવી દેવામાં આવ્યું છે,રશિયા યુક્રેન અને ઇઝરાયેલના યુધ્ધે તો ઉદ્યોગોની કમર તોડી હતી, હવે બાંગ્લાદેશે તેમાં વધારો કર્યો છે. વહેલામાં વહેલી તકે બાંગ્લાદેશ સાથેનો ઔદ્યોગિક વ્યવહાર રાબેતા મુજબ શરુ નહીં થાય તો ઘણા બધા ઉદ્યોગોએ કરોડો રૂપિયાની આર્થિક નુકસાની પણ સહન કરવી પડે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.
Latest Stories