ભરૂચ: આમોદ નગર સેવા સદનના પ્રમુખના વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યા, સ્થાનિકો ત્રાહિમામ

આમોદના મધ્યમાં આવેલ મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગટરો ઉભરાવાના પ્રશ્નો ઉઠ્યા છે જેને લઇ સ્થાનિક રહેવાસીઓમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ

New Update
  • ભરૂચના આમોદમાં લોકોમાં રોષ

  • ઉભરાતી ગટરના કારણે લોકો ત્રાહિમામ

  • પ્રમુખના જ વિસ્તારમાં ઉભરાતી ગટર

  • ગંદકીના કારણે લોકોને મુશ્કેલી

  • પ્રશ્નના તાકીદે નિરાકરણની માંગ

ભરૂચ આમોદના મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી છે. ભરૂચના આમોદના મધ્યમાં આવેલ મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગટરો ઉભરાવાના પ્રશ્નો ઉઠ્યા છે જેને લઇ સ્થાનિક રહેવાસીઓમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં તંત્રએ કોઈ નિકાલ ના લાવતા લોકોએ મીડિયા સમક્ષ તંત્ર વિરુદ્ધ  આક્રોશ ઠાલવ્યો હતો.
સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઉભરાતી ગટરોને લઈને જાહેર રસ્તા પર ગટરનું પાણી ફરી વળતા આવતા જતા લોકોમાં તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે.આમોદ નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર હોય તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી છે.
Latest Stories