New Update
અંકલેશ્વર ONGC મજદૂર સંઘની 25 વર્ષની સફર
ONGC કોલોની ખાતે યોજાયો કાર્યક્રમ
મજદૂર સંઘ દ્વારા સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરાઈ
ONGC એસેટ મેનેજર સહિતનાં આમંત્રિતો રહ્યા ઉપસ્થિત
મજદૂર સંઘની કામગીરીની શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી
અંકલેશ્વર ONGC કોલોની ખાતે ONGC મજદૂર સંઘના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર ONGC મજદૂર સંઘે સફળતા પૂર્વક 25 વર્ષ પૂર્ણ કર્યા છે.અને 25 વર્ષની સફળતાની સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વર ONGC મજદૂર સંઘ દ્વારા ONGC કોલોનીમાં ઓડીટોરીયમ હોલ ખાતે ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય પ્રમુખ હિરનમય પંડ્યા,ONGCના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે,લઘુ ઉદ્યોગ ભરતીના અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ અને અંકલેશ્વર ONGC મજદૂર સંઘના પ્રમુખ રસીદ પઠાણની અધ્યક્ષતા હેઠળ સિલ્વર જ્યિબિલીની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ONGC મજદૂર સંઘ,BMSના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સંઘના સ્થાપક દત્તોપન થેંગડીની તસવીર પર પુષ્પ અર્પણ કર્યા હતા,ત્યાર બાદ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં અંકલેશ્વર ONGC મજદૂર સંઘની કામગીરીની શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી હતી.આ પ્રસંગે અંકલેશ્વર ONGC મજદૂર સંઘના જનરલ સેક્રેટરી નિલેશ ભમડે સહિતના હોદ્દેદારો અને ONGCના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories