ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા મહિલા સુરક્ષાની બહેનોએ નગરજનોની સુરક્ષામાં હંમેશા ખડે પગે રહેતા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથકે આજરોજ આમોદ તાલુકા મહિલા સુરક્ષાની બહેનો દ્વારા ભાઈ બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર, પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી રાખડી બાંધી હતી.તેમજ બહેનોએ પોલીસ જવાનોને માથે હાથ દઈ હેત વરસાવ્યું હતું. અને પોલીસ જવાનોને આશીર્વાદ આપ્યા હતા.પોલીસ જવાનોએ બહેનોની રક્ષા કરવાની ખાતરી આપી હતી.પોલીસ મથકે રક્ષાબંધનની ઉજવણી માટે મહિલા સુરક્ષાના ધર્મીષ્ઠાબેન પટેલ,સાયરાબેન,ધનુબેન, ચંપાબેન સહિતની બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી હતી.