New Update
/connect-gujarat/media/media_files/2025/12/24/chori-cctv-2025-12-24-16-53-32.jpg)
અંકલેશ્વરમાં ગુલાબી ઠંડી વચ્ચે તસ્કરોના પગપેસારોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. શહેરના નવીદીવી રોડ પર આવેલ રવિ દર્શન સોસાયટીમાં ચોરીના ઇરાદે ત્રણ તસ્કરો ઘૂસ્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો પ્રકાશમાં આવ્યો હતો.
તસ્કરો ઘરમાં પ્રવેશ કરે તે પહેલા જ સીસીટીવી કેમેરા પાસે લાગેલી લાઇટ અચાનક ચાલુ થતાં તેઓ ચોંકી ગયા હતા. ત્યારબાદ તસ્કરો મકાનની સાઈડ તરફ છુપાવાની કોશિશ કરતા નજરે પડ્યા હતા. થોડા સમય બાદ તેઓ બાજુના મકાનના ભાગમાં ઉભેલા પણ સીસીટીવીમાં જોવા મળ્યા હતા.આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.