New Update
/connect-gujarat/media/media_files/2025/07/23/naugama-village-2025-07-23-21-30-49.jpg)
અંકલેશ્વરના નૌગામા ગામની નવી વસાહતમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.66 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરના નૌગામા ગામની નવી વસાહતમાં રહેતા દિલીપ દલસુખ વસાવા ગત તારીખ-14મી જુલાઈના રોજ પોતાના ઘરના દરવાજાને તાળું મારી મૂલદ ગામે પોતાની સાસરીમાં પત્ની સાથે ગયા હતા.તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ ઘરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.66 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories