ભરૂચ: નફો કમાવવાની લાલચ આપી રૂ.1 કરોડની સાયબર છેતરપીંડી આચરનાર ગેંગના 4 સાગરીતોની SOGએ કરી ધરપકડ

ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને રૂપિયા 1,09,85,570ની સાયબર છેતરપિંડી કરનાર ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો

New Update
Bharuch SOG
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપી રૂપિયા એક કરોડથી વધુની સાયબર છેતરપિંડી અચાનક ગેંગના ચાર સાગરીતોની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને રૂપિયા 1,09,85,570ની સાયબર છેતરપિંડી કરનાર ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે સુરત અને જુનાગઢ જિલ્લાઓમાંથી કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં ફરિયાદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Threads અને Telegram મારફતે સંપર્ક કરી, Lotteebay નામના ખોટા ઓનલાઇન સ્ટોર પર એકાઉન્ટ ખોલાવી ઓનલાઇન વસ્તુઓ વેચીને મોટો નફો કમાવાની લાલચ આપવામાં આવી હતી.
આરોપીઓએ ફરિયાદીના આધારકાર્ડ અને Gmail એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ-અલગ UPI ID અને 10 બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા.શરૂઆતમાં થોડા રૂપિયા પરત આપી વિશ્વાસ જીત્યા બાદ કુલ રૂ. 1,09,85,570ની છેતરપિંડી કરવામાં આવી હતી.
પોલીસે છેતરપિંડી કરનાર દિવ્યેશ ઉર્ફે દિવો ભુવા – સુરત,કિશન ધડુક – સુરત / અમરેલી, પ્રશાંત વઘાસિયા – સુરત / અમરેલી અને ઋષિ સતાસિયા જુનાગઢની ધરપકડ કરી છે. તેઓ પાસેથી 4 મોબાઈલ અને 6 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આરોપીઓએ ઇન્ડસઇન્ડ બેંકના કરન્ટ એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે બેંક વિગતો, મોબાઇલ નંબર અને ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
Latest Stories