ભરૂચ: વાગરાના અલાદર પાસે માટી ચોરી કૌભાંડ, આઠ વાહનો સહિત 3 કરોડનો મુદામાલ જપ્ત કરાયો

પરવાનગી કરતા વધારે ખોદકામ કરી ગેરકાયદેસર રીતે સાદી માટીનું વહન, ખોદકામ કરતા 6 ટ્રક અને 2 હેવી મશીનરી સહિત કુલ રૂપિયા 2.80 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

New Update
Soil Theft scam
ભરૂચના વાગરા તાલુકામાં ગેરકાયદેસર માટી ચોરી સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી 8 વાહનો સહિત 3 કરોડનો મુદામાલ સીઝ કર્યો હતો. ભરુચ પ્રાંત અધિકારી અને વાગરા મામલતદાર તેમની ટીમ દ્વારા મુલેરથી દહેજ જવાના રસ્તા પર અલાદર ગામ પાસે તપાસ હાથ ધરી હતી. ખેતરમા સાદી માટી ખોદીને તેનું ગેરકાયદેસર રીતે વહન કરી તેનો વાણિજ્યિક ઉપયોગ કરાઈ રહ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. સાથોસાથ ઓએનજીસીની પાઈપ લાઈનમાં પણ નુકશાન થયાનું ધ્યાને આવ્યું હતું. 

Soil Theft scam

ભરુચ SDM મનીષા મનાણી અને વાગરા મામલતદાર તેમજ ભૂસ્તર વિભાગની સયુંક્ત ટીમ દ્વારા સ્થળ પરની ઓચિંતી તપાસ દરમિયાન પરવાનગી કરતા વધારે ખોદકામ કરી ગેરકાયદેસર રીતે સાદી માટીનું વહન, ખોદકામ કરતા 6 ટ્રક અને 2 હેવી મશીનરી સહિત કુલ રૂપિયા 2.80 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.તમામ વાહનો જપ્ત કરી તેના માલિકો અને ડ્રાઈવરોના નિવેદન લેવાયા હતા. સ્થળ પર જ તંત્રએ 10 લાખની વધુનો દંડ ફટકારી વસુલ્યો હતો.જેટલી પણ વધારે માટીનું ખોદકામ થયું છે એની માપણી કરીને પણ મસમોટો દંડની વસૂલાત કરાશે.
Latest Stories