New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
GNFC ખાતે આયોજન કરાયું
સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન
પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે આયોજન
ક્રિકેટ સહિત વિવિધ રમતો રમાડવામાં આવી
ભરૂચના GNFC ટાઉનશીપ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રી-દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ-નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે જિલ્લા રમત વિકાસ અધિકારી,જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચ,રાષ્ટ્રીય અંધજન મંડલ ભરૂચ-નર્મદા જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે ભરૂચના GNFC ટાઉનશીપ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રી-દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ક્રિકેટ,એથ્લેટીક્સ, ચેસ સહિતની રમતો રમાડવામાં આવી હતી.
આ રમોત્સવમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.આજરોજ યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રજ્ઞાચક્ષુઓની 4 ટીમોમાં 50 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સતત 5મી વખત ભરૂચમાં આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે.પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓના આત્મવિશ્વાસમાં રમત ગમત દ્વારા વધારો થાય એ હેતુસર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે.
Latest Stories