/connect-gujarat/media/media_files/2024/12/02/eRAKF8kvUc4YKDVf6d8W.jpg)
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી લીટલ મિરેકલ પ્રી સ્કૂલના વિદ્યાર્થીઓએ આજરોજ ભરૂચ નગરપાલિકા ફાયર સ્ટેશનની મુલાકાત લઈને તેમની કામગીરી અંગે માહિતી મેળવી હતી.
હાલમાં અનેક સ્થળોએ શાળાઓ,હોસ્પિટલમાં આગના બનાવો બનતા રહે છે.ત્યારે આગ ઓલવવાની માહિતી અથવા ટ્રેનિંગ લીધી હોય તો તેઓ લોકોના જીવ પણ બચાવી શકે છે.આવા જ એક ઉદ્દેશ સાથે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી લીટલ મિરેકલ પ્રી સ્કૂલના નાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશનની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં હાજર ફાયરમેનોએ બાળકોને ફાયર વાન સહિતના આગ પર કાબુ મેળવવાના સાધનો અંગે માહિતી આપી હતી.આ સિવાય બાળકોએ પ્રેક્ટીકલી આગ ઓલવવાની ટ્રેનિંગ પણ લીધી હતી.ફાયર સ્ટેશનની મુલાકાત લઈને બાળકો રોમાંચિત બન્યા હતા.