New Update
/connect-gujarat/media/media_files/2025/06/18/IMG-20250618-WA0182-8bfa270c.jpg)
અંકલેશ્વરની ગાર્ડન સીટી ટાઉનશિપમાં રહેતા અને ખાનગી કંપનીના રિસર્ચ ડેવલોપમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા સુનિલ દેસાઈને સુરતની પી.પી.સવાણી યુનિવર્સિટી દ્વારા રસાયણશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રીની ઉપાધિથી નવાજવામાં આવ્યા છે.
તેઓએ "સેલ્ફ-એસેમ્બલી એન્ડ સ્ટેબિલિટી ઓફ ઇઓ-પીઓ અને ગ્રાફ્ટ કોપોલિમર મિસેલ્સ" શીર્ષક અંતર્ગત થીસીસ માટે યુનિવર્સીટીના એસોસિયેટ પ્રોફેસર ડો. સદાફરા એ. પિલ્લઈના માર્ગદર્શન હેઠળ પી.પી. સવાણી યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી છે.તેમણે ૩ સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં રજૂ કર્યા છે. તેમનુ કાર્ય નેનો કેરિયર આધારિત દવા વિતરણ સંશોધનમાં નોંધપાત્ર યોગદાન પુરુ પાડશે.
Latest Stories