ભરૂચ જે પી કોલેજ ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ

ચ્છ ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા નાગરિકોએ સ્વચ્છતા ધર્મ બજાવવો જરૂરી છે. તેમ જણાવી સાંસદે દરેક નાગરિકને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને પોતાના ગામ, શહેર અને ફળિયાને સ્વચ્છ રાખી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો

New Update

ભરૂચમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી

સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ 

સાંસદ સહિત મહાનુભાવોએ કર્યું શ્રમદાન 

કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓનું કરાયુ સન્માન  

નાગરિકોને સ્વચ્છતામાં જોડાવા સાંસદે કર્યો અનુરોધ 

 ભરૂચની જે પી કોલેજ ખાતે  જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન શહેરી તથા ગ્રામીણના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની જે પી કોલેજ ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 કાર્યક્રમની શરૂઆતમાં કોલેજ કંપાઉન્ડ ખાતે ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન કર્યું હતું.સાંસદ મનસુખ વસાવાએ સ્વચ્છતા પર ભાર મુકતા ગાંધીજીના વિચારોથી વરેલી સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતેના અભ્યાસકાળના અનુભવો  પ્રસંગે વાગોળ્યા હતા.

અને સ્વચ્છ ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા નાગરિકોએ સ્વચ્છતા ધર્મ બજાવવો જરૂરી છેતેમ જણાવી સાંસદે દરેક નાગરિકને  સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને પોતાના ગામશહેર અને ફળિયાને સ્વચ્છ રાખી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

વધુમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સફાઈ કર્મીઓનું સન્માન  પણ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં  ક્લિનનેશ ટાર્ગેટ યુનિટ ભરૂચ જિલ્લાના ત્રણ ગામોને સ્વછતા હિ સેવા અંતર્ગત અંકલેશ્વરના સુરવાડીવાગરાના અરગામ,અને આમોદના કેરવા  ગામના સરપંચોને સ્વચ્છતા દિવસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

 તબક્કેદિલ્હીથી ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉદબોધનમાં ભરૂચથી સાંસદમહાનુભાવો અને નગરજનો વર્ચ્યુઅલી જોડાયા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ધારાસભ્ય ઇશ્વર પટેલજિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા,નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવજિલ્લા કલેકટર તુષાર સુમેરા,જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેઅધિક નિવાસી કલેકટર એનઆરધાંધલજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલજિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા,  જીલ્લા તેમજ તાલુકાના પદાધિકારીઓઅમલીકરણ અધિકારીગણસરપંચોનગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories