એસ.વી.ઈ.એમ.શાળામાં શિક્ષક દિનની ઉજવણી
ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરાઈ
લાયન્સ ક્લબના સભ્યો રહ્યા ઉપસ્થિત
વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા અદા કરી
સેવકભાઈઓ અને બહેનોનું કરાયું સન્માન
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસ.વી.ઈ.એમ.ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગમાં તારીખ 04/09/2025ને ગુરુવારના રોજ ધોરણ -8ના વિદ્યાર્થીઓ દ્વારા "શિક્ષક દિન" "સ્વશાસન દિન" એટલે કે "ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ" ના જન્મદિનના કાર્યક્રમની શાળાના બાળકો તથા લાયન્સ ક્લબના સભ્યો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તથા શાળાના સુપરવાઈઝર શ્રીમતી મીતાબેન રીંડાણીની અધ્યક્ષતા હેઠળ ધોરણ 8ના શિક્ષક મિત્રોના માર્ગદર્શન હેઠળ ધોરણ-8ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષક તરીકેની આજના દિને સુંદર ફરજ બજાવવામાં આવી હતી.ધોરણ - 8ના વિદ્યાર્થીઓએ તથા લાયન્સ ક્લબના સભ્યો દ્વારા સુંદર પ્રાર્થના,ગણેશ વંદના કરવામાં આવી હતી. ધોરણ-8ની વિદ્યાર્થીનીઓ દ્વારા અભિનયગીત રજૂ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધોરણ -8 અ ના વિદ્યાર્થી ભરડીવાલા જય તથા ધોરણ 8 કની વિદ્યાર્થીની પટેલ રાશિએ આચાર્ય તથા સુપરવાઇઝર તરીકેની ભૂમિકા ભજવી હતી.આજના આચાર્ય એવા ભરડીવાલા જય દ્વારા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનો પરિચય આપવામાં આવ્યો હતો,તથા પટેલ રાશિએ પોતાનો સ્વાનુભવ વ્યક્ત કર્યો હતો.
શાળામાં શિક્ષક દિન નિમિત્તે લાયન્સ ક્લબના સભ્યો દ્વારા શાળાના સુપરવાઈઝર શ્રીમતી મીતાબેન રીંંડાણીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું,તથા શાળાના તમામ શિક્ષક મિત્રોનું અને વહીવટી કર્મચારી સેવકભાઈ બહેનોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કામિનીબેન રાણા દ્વારા કરવામાં આવ્યું હતું.