ભરૂચના શંખવાડ ગામમાં ગૌ હત્યા મુદ્દે તંગદિલીનો માહોલ,પોલીસે કરી પાંચ વિધર્મી સહિત છ આરોપીઓની ધરપકડ

પોલીસે આરોપીઓ પાસેથી કતલ કરવાના હથિયારો કબ્જે કરીને પશુ સુધારા અધિનિયમ અને પશુ ઘાતકી પણાની કલમો હેઠળ ગુન્હો નોંધીને વધુ તપાસ શરૂ કરી ગાય ચોરી ગયાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા

New Update
police arrested six accused
Advertisment
ભરૂચ તાલુકાના શંખવાડ ગામ ખાતે ગૌ હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી,જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો,જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી હતી. 
Advertisment
ભરૂચ તાલુકાના શંખવાડ ગામના વિધર્મી યુવાનો  ઈજાગ્રસ્ત ગાયને ચોરી કરીને લઇ આવ્યા હતા,જોકે ત્યાર બાદ ગૌ હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી,જેના કારણે ગામમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાય ગયો હતો,પરંતુ ભરૂચ તાલુકા પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે શંખવાડ ગામમાં રહેતા શરીફ ઉર્ફે સરફરાજ ગુલામ મન્સૂરી,વસીમ ઉસ્માન મન્સૂરી,મુબારક હૈદર મન્સૂરી,સોહેબ સોકત મન્સૂરી,રિઝવાન અબ્દુલ મન્સૂરી તેમજ અજય ઉર્ફે બન્કી લક્ષ્મણ રાઠોડનાઓની ધરપકડ કરી હતી,અને પોલીસે આરોપીઓ પાસેથી કતલ કરવાના હથિયારો કબ્જે કરીને પશુ સુધારા અધિનિયમ અને પશુ ઘાતકી પણાની કલમો હેઠળ ગુન્હો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગાય ચોરી ગયાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા,જે પોલીસ માટે તપાસમાં મહત્વની કડી રૂપ સાબિત થયા હતા. 
Latest Stories