અંકલેશ્વર: કોસમડીની સાંઇવાટીકા સોસા.માં મેઈન્ટેનન્સ ચાર્જના મામલે કમિટી અને રહીશો વચ્ચે ધમાસાણ ,પોલીસે કરી મધ્યસ્થતા

અંક્લેશ્વરના કોસમડી ગામની સાંઈવાટિકા સોસાયટીમાં મેઈન્ટેનન્સ ચાર્જના મામલે કમિટી અને સ્થાનિકો વચ્ચે ધમાસાણ થતાં પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી

New Update
  • અંકલેશ્વરના કોસમડીમાં આવેલી છે સોસાયટી

  • સાંઈ વાટીકા સોસા.માં વિવાદ 

  • મેઇન્ટનન્સ ચાર્જ મામલે વિવાદ

  • કમિટી સભ્યો અને રહીશો વચ્ચે ઘમાસાણ

  • પોલીસે મધ્યસ્થતા કરી મામલો થાળે પાડ્યો

અંકલેશ્વરના  કોસમડી ગામ સ્થિત સાંઈ વાટિકા સોસાયટીમાં રહીશો અને સોસાયટી કમિટી સભ્યો અને પ્રમુખ વચ્ચે પુનઃ એકવાર મેઇન્ટેનન્સ ચાર્જને લઈ વિવાદ થયો હતો. સોસાયટીમાં મેઈન્ટેનન્સ અને પાણીનો વેરો લેવામાં આવે છે. કેટલાક રહિશો વેરો ભરતા નહિ હોવાથી પ્રમુખ તથા કમિટીએ બાકીદારોના નળ જોડાણ કાપી નાખવાનો નિર્ણય લીધો હતો. વેરો ભરી દેવા માટે વારંવાર સૂચના આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતાં 
મંગળવારના રોજ ટીમ નળ જોડાણો કાપવા માટે જતાં સ્થાનિકોએ ટીમને ઘેરી લીધી હતી.
સ્થાનિકોએ જેણે પૈસા  ભર્યા હોય તેના નળ જોડાણો નહિ કાપવા રજૂઆત કરતાં મામલો ઉગ્ર બન્યો હતો.જેના પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.જીઆઇડીસી પોલીસે પહોંચી મધ્યસ્થતા બાદ મામલો થાળે પડ્યો હતો.જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષની દલીલો સાંભળવામાં આવી હતી. પોલીસે કમિટીને કાયદાકીય રીતે કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી. જેથી હવે સબ રજિસ્ટ્રાર કચેરીની મંજૂરી સાથે તેમના પ્રતિનિધિની હાજરીમાં કનેક્શન કાપવાનો નિર્ણય કરી હાલ પૂરતી કાર્યવાહી અટકાવી દેવાઈ હતી.
Latest Stories