New Update
અંકલેશ્વરના સર્જન બંગ્લોઝની બાંધકામ સાઈટ ખાતે સિક્યોરીટી ગાર્ડની હત્યાના ગુનામા છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એ ડીવીઝન પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
અંકલેશ્વર હાંસોટ રોડ પર સર્જન બંગ્લોઝની નવી બાંધકામની સાઈટમાં અભિતેન્દ્રસીંગ ચંદેલ અને યોગેંદ્રસિંગ ઉર્ફે નવલસીંગ હરિશચંન્દ્ર ઠાકુર બંને સીક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા.તે સમયે ગત તારીખ-૧૬મી નવેમ્બર ૨૦૧૯ના રોજ રાત્રીના સમયે બંને ઇસમો વચ્ચે કોઇ કારણોસર ઝઘડો થતા યોગેંદ્રસિંગ ઉર્ફે નવલસીંગ હરિશચંન્દ્ર ઠાકુરએ અભિતેન્દ્રસીંગને પથ્થર વડે માથાના ભાગે ઇજાઓ કરી મોત નિપજાવી ભાગી છૂટયો હતો
એ ડીવીઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories