અંકલેશ્વર : 2 વર્ષ પૂર્વે બાળક પર ડમ્પર ચઢાવી દેનાર ચાલકને સજા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર ગામના વણઝારા વાસમાં 2 વર્ષ પૂર્વે બાળક પર ડમ્પર ચઢાવી દેનાર ચાલકને કોર્ટ દ્વારા સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર ગામના વણઝારા વાસમાં 2 વર્ષ પૂર્વે બાળક પર ડમ્પર ચઢાવી દેનાર ચાલકને કોર્ટ દ્વારા સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.

વર્ષ 2021માં તા. 21 જાન્યુઆરીના રોજ અંકલેશ્વરના સારંગપુર ગામના વણઝારા વાસમાં દિપકકુમાર સિંગનો 8 વર્ષીય પુત્ર આલોક રોડ પર ચાલતો પસાર થઇ રહ્યો હતોત્યારે ઈશ્વર વણઝારા પોતાનું ડમ્પર ગફલતભરી રીતે હંકારી લાવ્યો હતોઅને આલોકને અડફેટેમાં લેતા ગંભીર ઈજાને પગલે આલોકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે સંદર્ભે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે મૃતકના પિતા દિપક સિંગએ ફરિયાદ નોંધાવી હતી.

જે કેસ અંકલેશ્વરની અધિક ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ બી.એન.શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ એચ.કે.બ્રહ્મભટ્ટ દ્વારા ચાર્જશીટના આધારે 12 જેટલા લેખિત અને મૌખિક પુરાવા રજૂ કરી ચકાસ્યા હતા. જેમાં ડમ્પરના માલિક દ્વારા કોર્ટ સમક્ષ જુબાની મહત્વપૂર્ણ સાબિત થઇ હતી. અકસ્માત બાદ ઈશ્વર વણઝારા ફોન કરી અકસ્માત તેના દ્વારા થયો હોવાની કબૂલાત કરી હતી. જે સહિત અન્ય પુરાવા અને સરકારી વકીલ એચ.કે.બ્રહ્મભટ્ટની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં વિવિધ કલમોના આધારે દોઢ વર્ષની સજા અને 1,600 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સમગ્ર કેસમાં ડમ્પર માલિકની જુબાની પણ મહત્વપૂર્ણ બની હતી.

#Ankleshwar News #child died #Dumper Accident #Ankleshwar Court
Here are a few more articles:
Read the Next Article