New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
હિતરક્ષક સમિતિ દ્વારા આયોજન
વિધવા બહેનોની મહાસંમેલન યોજાયું
સરકારનો આભાર ઠરાવ કરાયો
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોનું ચોથું મહાસંમેલન યોજાયું હતું જેમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ - નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા ગંગા સ્વરૂપા વિધવા બહેનોનું ચોથું વિરાટ અધિવેશન રવિવારે આયોજિત થયું. વીર નર્મદ યુનિવર્સીટીના પૂર્વ વાઇસ ચાન્સલેસર ડો. અશ્વિન કાપડિયા દ્વારા દીપ પ્રગટાવી સંમેલનની શરૂઆત કરાઈ હતી.
કન્વિનર પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયા દ્વારા વિધવા બહેનોને પેંશન આપવા બદલ આભાર ઠરાવ તેમજ આ પેંશન અને આવક મર્યાદામાં વધારો કરવા માંગણી ઠરાવ કરાયો હતો. ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિધવા બહેનોએ પોતાની સમસ્યા રજૂ કરી હતી.
હિત રક્ષક સમિતિ દ્વારા તેનો ઉકેલ લાવવા ખાતરી અપાઈ હતી. સાથે જ આગામી વર્ષે 27 ડિસેમ્બરે પાંચમું વિધવા બહેનોનું મહાસંમેલન યોજવાની પણ જાહેરાત કરાઈ હતી.સંમેલનમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અગ્રણી કનુભાઈ પરમાર, રણજીત ડાભી, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલ, પાલિકા પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજ, સહિતના મહાનુભવો જોડાયા હતા.
Latest Stories