રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યું આયોજન
શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું
પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ શાસ્ત્રીના સુમધુર કંઠે કથાનું રસપાન
ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રીની ઉપસ્થિતિ
સુરેશજી જૈનએ પ્રજ્ઞાચક્ષુ કથાકારને શુભેચ્છાઓ પાઠવી
ભૂતકાળમાં હાલના PM મોદી સાથે કરેલા કાર્યોને વાગોળ્યા
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા શિવ મહાપુરાણ કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશજી જૈન સહિતના આગેવાનો અને સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતાભરૂચ શહેરના મકતમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનસાધન આશ્રમના મેદાન ખાતે ગત તા. 18 ડિસેમ્બરના રોજ શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
શિવ મહાપુરાણ કથા તા. 24 ડિસેમ્બર-2025’ સુધી દરરોજ બપોરે 3થી 6 કલાક સુધી યોજાશે. જેમાં દેશ-વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ સોલા ભાગવત વિધાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત (શ્રીમદ્ ભાગવત) પર PHD કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે, ત્યારે આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશજી જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
તેઓ વર્ષ 1980થી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રચારક તરીકે તેમજ રાજ્યના પ્રચારકર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. હાલમાં પણ તેઓ ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી તરીકે જવાદવારી નિભાવી રહ્યા છે, જ્યારે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રચારક હતા, ત્યારે ભૂતકાળમાં ભરૂચમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલા પ્રચાર તેમજ સેવાકાર્યોના સંસ્મરણોને કથામાં હાજર શ્રોતાઓ વચ્ચે વાગોળ્યા હતા. રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશજી જૈનની આગેવાની હેઠળ સંગઠનના સભ્યોએ પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડો. કૃણાલ શાસ્ત્રીની મુલાકાત લઈ તેઓને શુભેચ્છા પાઠવી હતી.
તેઓની સાથે દક્ષિણ ગુજરાત પ્રાંત પ્રમુખ ધર્મેશ શાહ, જયેન્દ્રગિરિ ગોસ્વામી, ઉપાધ્યક્ષ નરેશ ઠક્કર, સહમંત્રી યોગેશ પારિક ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ભારત વિકાસ પરિષદ ભરૂચ શાખાના પ્રમુખ કનુ પરમાર, ભરૂચ જિલ્લા કોર્ડિનેટર મહેશ ઠાકર, સંદીપ શર્મા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કથાના સમાપને ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશજી જૈનએ ભરૂચના આગેવાનો, વેપારીઓ અને સમાજ સેવિઓની મુલાકાત લીધી હતી.
તેઓએ ભરૂચ શાખા સાથે વિશેષ બેઠક યોજી હતી, જેમાં વહેલી તકે અંકલેશ્વર શાખાને શરૂ કરવા તથા સેવા અને સમર્પણના રાષ્ટ્રપ્રેમી કામો કરવા હાંકલ કરાય હતી. આ પ્રસંગે અંકલેશ્વર શાખાના પ્રતિનિધિ તરીકે ભાસ્કર આચાર્ય અને ખીવારામ જોશી તેમજ ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતના આગેવાનો અને મોટી સંખ્યામાં સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.