ભરૂચ: રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં અટાલી ખાતે આવેલ મેહાલી સ્કુલનો બીજો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

વાર્ષિક સમારોહમાં દરમ્યાન શાળામાં થતી ઇતર પ્રવૃત્તિઓ અને રમત ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈનું સંસ્થા દ્નારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું

New Update
Mehali School
Advertisment
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની  ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના અટાલી ખાતે આવેલી મેહાલી સ્કુલનો બીજો વાર્ષિક સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ મેહાલી સ્કુલના નવનિર્મિત મકાનની બીજી વિંગનું ઉદ્ઘાટન કર્યું હતું.
Advertisment
આ વાર્ષિક સમારોહમાં દરમ્યાન શાળામાં થતી ઇતર પ્રવૃત્તિઓ અને રમત ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.આ પ્રસંગે મંત્રી  કનુ દેસાઈનું સંસ્થા દ્નારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ. શાળાના બાળકો દ્નારા સાંસ્કૃતિક કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતુ.
Mehali School Atali
આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ અલી નાથાણી, દશરથ નાથાણી,શાળાના ટ્રસ્ટીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Latest Stories