મકરસંક્રાતિના પર્વમાં ચીકી આરોગવાની પરંપરા, ચીકી બનાવી આર્થિક ઉપાર્જન મેળવતો ભરૂચનો પરિવાર...

ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની અનોખી પરંપરા ચાલી આવી છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વેરાયટીની ચીકી બનાવી ભરૂચનો એક પરિવાર આર્થિક ઉપાર્જન મેળવી રહ્યો છે.

New Update
Advertisment
  • મકરસંક્રાતિ પર્વમાં ચીકી આરોગવાની અનોખી પરંપરા

  • ડ્રાયફ્રુટ-સીંગમાવા સહિતની ચીકીની માંગમાં થયો વધારો

  • આધુનિક જમાનામાં હાથથી બનતી ચીકીની વધી ડિમાન્ડ

  • ચીકી બનાવીને આર્થિક ઉપાર્જન મેળવતો ભરૂચનો પરિવાર

  • અંતિમ દિવસોમાં ચીકીની માંગ વધશે : ચીકી બનાવનાર

Advertisment

ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની અનોખી પરંપરા ચાલી આવી છેત્યારે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વેરાયટીની ચીકી બનાવી ભરૂચનો એક પરિવાર આર્થિક ઉપાર્જન મેળવી રહ્યો છે.

ભારતીય તહેવારોમાં વિવિધ તહેવારો સાથે ખાણીપીણીની અવનવી વાનગીઓ અને ખાદ્ય સામગ્રી અતૂટ પણે વણાઈ ગઈ છેત્યારે અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં ઊંધીયા-જલેબીની સાથે સાથે ચીકી અને બોરનું માહત્મ્ય જોવા મળે છે. તેવામાં ખારીસીંગ માટે પ્રખ્યાત ભરૂચમાં ચીકીનું પણ ખૂબ મોટાપાયે ઉત્પાદન અને વેચાણ થાય છે. એક સમયે માત્ર ગોળ અને સીંગ કેતલની ચીકી જ મળતી હતી. પરંતુ હવે ડ્રાયફ્રુટસીંગમાવારાજગરાતલકોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીકી જોવા મળે છે. ભરૂચ શહેર તથા જીલ્લામાં ખૂબ મોટા પાયે ચીકીનો ગૃહ ઉદ્યોગ ધમધમે છે. કેટલાયે પરિવારો ચીકી બનાવી ઉત્તરાયણમાં તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી જીવન નિર્વાહ કરે છેત્યારે ભરૂચ શહેરના દાંડિયા બજારમાં વર્ષોથી આધુનિક જમાનામાં પણ હાથથી જ ચીકી બનાવી વેંચતા નાનુભાઈ જણાવી રહ્યા છે કેલોકો પહેલા કરતા ચીકીની ઓછી ખરીદી કરી રહ્યા છે. જોકેઉત્તરાયણ પૂર્વે અંતિમ દિવસોમાં હજુ ચીકીની માંગ વધશે તેવી તેઓ આશા સેવી રહ્યા છે.

 

Latest Stories