ભરૂચ: દેશી ઢોલના તાલે શેરી ગરબાની પરંપરા આજે પણ જીવંત, ગરબા રમી માતાજીની કરવામાં આવે છે આરાધના

ભરૂચના વિવિધ વિસ્તારોમાં આજે પણ શેરી ગરબાની પરંપરા જીવંત રહી છે સ્થાનિક યુવાનોને યુવતીઓ શેરી ગરબા રમી માતાજીની આરાધનામાં લીન બને છે.....

New Update
  • ભરૂચમાં નવરાત્રીના પર્વની ઉજવણી

  • ઠેર ઠેર શેરી ગરબાનું આયોજન

  • દેશી ઢોલના તાલે શેરી ગરબા

  • સ્થાનિક યુવાનો અને યુવતીઓની આરાધના

ભરૂચના વિવિધ વિસ્તારોમાં આજે પણ શેરી ગરબાની પરંપરા જીવંત રહી છે સ્થાનિક યુવાનોને યુવતીઓ શેરી ગરબા રમી માતાજીની આરાધનામાં લીન બને છે. દેશી ઢોલના ગજબના તાલ સાથે વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ શેરીના લોકો પૌરાણિક ગરબાની મજા માણતા જોવા મળે છે.
ભરૂચ કોઠી રોડ, વાલ્મિકીવાસ ખાતે આવેલ અંબાજી મંદિર ખાતે દર વર્ષે નવરાત્રીના પવિત્ર પર્વમાં દેશી ઢોલના થાપ સાથે ફળીયામાં રહેતા ગાયકોએ પોતાના કંઠેથી સુમધુર અને પૌરાણિક ગરબા ગાઈને માતા જગદંબાની આરાધના કરવામાં આવે છે.ફળીયાના યુવક-યુવતીઓ, વડીલો અને નાનાં-મોટાં બાળકો સૌ મન મૂકીને નવરાત્રીના નવ દિવસ સુધી માં અંબાની ભક્તિમાં લીન થઈ જાય છે.
Latest Stories