New Update
અંકલેશ્વરના સજોદ ગામનો બનાવ
બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા
ઇન્ટરલોક તોડી ચોરી કરવામાં આવી
રૂ.7.63 લાખના દાગીનાની ચોરી
ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં તસ્કરો દ્વારા બંધ મકાનને નિશાન બનાવી મોટી ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા. મકાન માલિક અને નિવૃત્ત સરકારી કર્મચારી હિતેન્દ્ર પ્રસાદ પટેલ સામાજિક પ્રસંગે તેમના પુત્રના ઘરે ભરૂચ ગયા હતા. તે દરમિયાન મકાન બંધ હોવાની તકનો લાભ લઈ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.
તસ્કરો તિજોરીમાંથી રૂ.7.63 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ઘટનાની જાણ થતા અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવી ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે તેમજ સંભવિત સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના પ્રયાસો તેજ કર્યા છે.
Latest Stories