ભરૂચ: જિલ્લામાં SIR હેઠળ અંતિમ મતદાર યાદીમાં કુલ 11 લાખ મતદારો,  2.15 લાખ મતદારોના નામો રદ

ભરૂચ જિલ્લા Special Intensive Revesion (SIR) હેઠળ મંગળવારે ફાઇનલ મતદાર યાદી 2026 પ્રસિદ્ધ કરાઈ. જેમાં કુલ 11.02 લાખ મતદારો નોંધાયા......

New Update
Final Vater List
ભરૂચ જિલ્લા SIR હેઠળ મંગળવારે ફાઇનલ મતદાર યાદી 2026 પ્રસિદ્ધ કરાઈ. જેમાં કુલ 11.02 લાખ મતદારો નોંધાયા.ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ SIR હેઠળ આજે મંગળવારે ભરૂચ જિલ્લાની અંતિમ મતદાર યાદી 2026 પ્રસિદ્ધ કરાઈ હતી.જિલ્લાની 5 વિધાનસભામાં વર્ષ 2025 હેઠળ કુલ 13.10 લાખ મતદારો હતા. જેમાં SIR હેઠળ 10.95 લાખ મતદારોના ફોર્મ ભરીને પરત આવતા તેમનું ડિજિટલાઇઝેશન કરાયું હતું.
SIR ની કામગીરી હેઠળ જિલ્લામાં 2.15 લાખ ફોર્મ ભરાઈને પરત નહિ આવતા નામો કમી કરાયા છે. જ્યારે 20988 નવા મતદારોનો ઉમેરો થયો હતો. સાથે જ 13618 મતદારો રદ થયા છે. ફાઇનલ મતદાર યાદીમાં 7370 મતદારોના વધારા સાથે કુલ 11.02 લાખ મતદારો નોંધાયા છે.ભરૂચ જિલ્લામાં સાડા ત્રણ મહિના ચાલેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશના વિવિધ તબક્કાઓ દરમ્યાન વ્યાપક કામગીરી હાથ ધરાઈ હતી.
ભરૂચ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ શરૂ થતા પહેલા કુલ 13,10,600  મતદારો નોંધાયેલા હતા. પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ પ્રસિદ્ધ થયેલ મુસદ્દા મતદાર યાદીમાં કુલ 10,95,420 મતદારોનો સમાવેશ થયો હતો.
  •                                           જિલ્લાવાઇઝ ફાઇનલ મતદારયાદી:-

Final Voter List

ડ્રાફ્ટ પ્રકાશન બાદ દાવા-વાંધા માટે નાગરીકોને વૈધાનિક ફોર્મ નં 6, 7, 8 દ્વારા અરજી કરવાની તક આપવામાં આવી હતી. તે ઉપરાંત No Mapping અને Logical Discrepancy તરીકે ઓળખાયેલા કેસોની પણ વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવી. આવા કેસોમાં ફિલ્ડ વેરીફિકેશન, દસ્તાવેજી તપાસ અને નોટિસ આપી કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, પ્રાપ્ત થયેલ અરજીઓ તથા જરૂરી સુધારાઓનો સમાવેશ કરાયો. આખરી મતદાર યાદીમાં કુલ 11,02,970 મતદારો નોંધાયા છે.
Latest Stories