New Update
ભરૂચના હાંસોટથી સુરતના ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવે પર કીમ નદીના પાણી 28 કલાક બાદ ઓસરતા માર્ગ વાહનવ્યવહાર માટે ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ હતી અને કીમ નદી ઉફાન પર જોવા મળી હતી...
ત્યારે હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી અને કીમ નદીના પાણી હાંસોટથી ઓલપાડને જોડતા મુખ્ય સ્ટેટ હાઇવે પર ફરી વળ્યા હતા જેના કારણે 28 કલાક સુધી આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ રહ્યો હતો જોકે કીમ નદીના પાણી ઓસરતા હવે આ માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો છે જેના કારણે આસપાસના ગ્રામજનો અને નોકરિયાત વર્ગે રાહતનો શ્વાસ લીધો હતો
Latest Stories