New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
અભિનવ એવન્યુ પરિવાર દ્વારા આયોજન
વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો
પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપાણ કરાયુ
પરિવારના સભ્યો રહ્યા ઉપસ્થિત
ભરૂચની ઝાડેશ્વર ચોકડી પર અભિનવ એવન્યુ પરિવાર દ્વારા પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપણ કરાયું હતું. ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધી 4 કિલોમીટરના ચાર માર્ગીય માર્ગનું 23 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે.
આ માર્ગ પર 250થી પણ વધુ ઘટાદાર વૃક્ષો હતા જેને હટાવવામાં આવ્યા હતા જેના પગલે ઝાડેશ્વર ચોકડીને અડીને આવેલ અભિનવ એવન્યુ શોપિંગ પરિવાર દ્વારા આજે શોપિંગના આગળના ભાગ પર રોડને અડી 15થી વધુ વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું. લોકોને ગરમી કે વરસાદમાં રાહત મળે એ હેતુથી વૃક્ષારોપાણનું આયોજન કરાયું હતું.