ભરૂચ : નગરપાલિકામાં મતદાર યાદી સ્પષ્ટ સુધારણા અભિયાન અંતર્ગત બે દિવસીય કેમ્પનું આયોજન

ભરૂચ નગરપાલિકા અને મામલતદાર કચેરી ખાતે મતદાર યાદી ખાસ સઘન સ્પષ્ટ સુધારણા અભિયાન અંતર્ગત બે દિવસીય કેમ્પની શરૂઆત કરવામાં આવી........

New Update
  • મતદાર યાદી સુધારણા કેમ્પ

  • બે દિવસ વિશેષ કેમ્પનું કરાયું આયોજન

  • ન.પા.અને મામલતદાર કચેરીમાં આયોજન

  • સુધારણાની પ્રક્રિયા સરળ બનાવવાનો પ્રયાસ

  • મોટી સંખ્યામાં નાગરિકોએ કેમ્પનો લીધો લાભ  

ભરૂચ મતદાર યાદીમાં નામ ઉમેરવા તેમજ અન્ય જરૂરી પ્રક્રિયાઓ સહિત સુધારો કરવાની કામગીરી સરળ બને તે માટે ભરૂચ નગરપાલિકા અને મામલતદાર કચેરી ખાતે અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખાસ સઘન સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ તારીખ 29 અને 30 બે દિવસનો વિશેષ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.

આ કેમ્પ દરમિયાન નવા મતદાર ફોર્મ સ્વીકારવાની કામગીરી સાથે સાથે 2002ની મતદાર યાદીમાં નામ ચકાસણીતેમજ ફોર્મ ન પણ મળ્યું હોય તો નગરપાલિકા તરફથી ફોર્મ ઉપલબ્ધ કરાવવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જાણકારી આપતા જણાવ્યું કેભરૂચની જનતા જો કોઈને ફોર્મ ભરવામાંનામ શોધવામાં અથવા મતદાર યાદી સંબંધિત અન્ય કોઈ મુશ્કેલી પડતી હોયતો આ બે દિવસના કેમ્પનો લાભ લેવો જોઈએ. જરૂરી ચકાસણી કર્યા બાદ વહેલી તકે ફોર્મ જમા કરવાની સુવિધા ઉપલબ્ધ છે.

આ  સમગ્ર કેમ્પની કામગીરી મામાલદાર ઓફિસ ખાતે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ અને પાલિકા ખાતે પ્રાંત અધિકારી મનીષા માનાની,નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિની દેખરેખ હેઠળ થઈ રહી છેજેથી શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે અને દરેક પાત્ર નાગરિક પોતાનું નામ મતદાર યાદીમાં સમાવી શકે.

Latest Stories