અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો
માં શારદા ભવન ટાઉન હોલ ખાતે કરાયું આયોજન
મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહ યોજાયો
વિવિધ વિસ્તારોમાં મહા સફાઈ અભિયાન હાથ ધરાયું
મોટી સંખ્યામાં પાલિકા સત્તાધીશો-નગરજનો જોડાયા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉનહોલ ખાતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર દેશમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો સહિત સફાઈ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આજે તા. 2જી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ, ત્રણ રસ્તા સર્કલથી ONGC બ્રિજ, જીનવાલા સ્કૂલથી ત્રણ રસ્તા સર્કલ, પીરામણ નાકાથી સુરતી ભાગોળ, ચૌટા નાકાથી હસતી તળાવ તેમજ ગડખોલ બ્રિજ સહિતના વિવિધ વિસ્તારોમાં મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, મુખ્ય અધિકારી કેશવલાલ કોલડીયા, કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિતના નગરસેવકો-કર્મચારીગણ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી શ્રમદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું.