અંકલેશ્વર : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાલિકા દ્વારા મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહ યોજાયો…

અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આજે તા. 2જી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો

માં શારદા ભવન ટાઉન હોલ ખાતે કરાયું આયોજન

મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહ યોજાયો

વિવિધ વિસ્તારોમાં મહા સફાઈ અભિયાન હાથ ધરાયું

મોટી સંખ્યામાં પાલિકા સત્તાધીશો-નગરજનો જોડાયા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉનહોલ ખાતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર દેશમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો સહિત સફાઈ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આજે તા. 2જી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલત્રણ રસ્તા સર્કલથી ONGC બ્રિજજીનવાલા સ્કૂલથી ત્રણ રસ્તા સર્કલપીરામણ નાકાથી સુરતી ભાગોળચૌટા નાકાથી હસતી તળાવ તેમજ ગડખોલ બ્રિજ સહિતના વિવિધ વિસ્તારોમાં મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતઉપપ્રમુખ ભાવેશ કાયસ્થમુખ્ય અધિકારી કેશવલાલ કોલડીયાકારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિતના નગરસેવકો-કર્મચારીગણ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી શ્રમદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું.

 

#cleaning campaign #સફાઈ અભિયાન #Ankleshwar nagarpalika #સ્વચ્છ ભારત મિશન
Here are a few more articles:
Read the Next Article