New Update
ભરૂચમાં યોજાયો કાર્યક્રમ
સેવાયજ્ઞ સમિતિ ખાતે કાર્યક્રમ યોજાયો
નિરાધાર લોકોને ફ્રુટનું વિતરણ કરાયુ
નાતાલના પર્વની કરવામાં આવી ઉજવણી
ચર્ચ પરિવારના સભ્યો જોડાયા
ભરૂચ સીએનઆઇ ચર્ચ મંડળીના સભ્યોએ નાતાલના પર્વની ઉજવણીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિમાં આશ્રય લઇ રહેલ નિરાધાર લોકોને ફ્રુટનું વિતરણ કર્યું હતું.
ભરૂચ સીએનઆઇ ચર્ચના રૅવ.કિશન વસાવાની આગેવાનીમાં ચર્ચ કમિટીના સભ્યોએ નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરની સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ સેવાયજ્ઞ સમિતિમાં આશ્રય લઈ રહેલા ગરીબ,નિરાધાર અને અશક્ત લોકો માટે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો.
આ સમિતિ વર્ષોથી નિરાધાર માનવસેવામાં અગ્રેસર રહી છે.ઈસુ ખ્રિસ્તના સેવાના દૃષ્ટાંતને જીવંત કરતા ચર્ચ મંડળીના સભ્યોએ નાતાલની સાચી ભાવનાને ઉજાગર કરી હતી.આ પ્રસંગે ચર્ચ કમિટીના ભાઈઓ- બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવતી આશ્રિત લોકોની સેવાકીય પ્રવૃત્તિને પણ સીએનઆઇ ચર્ચના સભ્યોએ બિરદાવી હતી.
Latest Stories