અંકલેશ્વર: સરદાર પટેલ વાડી ખાતે વંદન-2026 કાર્યક્રમનું કરાયુ આયોજન

માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું મંચ પૂરું પાડતો આ કાર્યક્રમ માત્ર એક સામાજિક આયોજન નહીં, પરંતુ સંસ્કાર આધારિત સશક્ત પહેલ તરીકે સામે આવ્યો

New Update
Sardar Patel Samaj seva trust
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સરદાર પટેલ વાડી ખાતે પોગ્રેસ એલાયન્સ અંકલેશ્વર અને  સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વંદન-૨૦૨૬ માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું મંચ પૂરું પાડતો આ કાર્યક્રમ માત્ર એક સામાજિક આયોજન નહીં, પરંતુ સંસ્કાર આધારિત સશક્ત પહેલ તરીકે સામે આવ્યો. યુવા પેઢીએ જાહેર મંચ પર પોતાના માતા-પિતાને નમન કરી આશીર્વાદ મેળવતા સર્જાયેલી ક્ષણોએ સમગ્ર કાર્યક્રમને ભાવવિભોર બનાવી દીધો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Sardar Patel Samaj seva trust

Latest Stories