New Update
/connect-gujarat/media/media_files/2025/01/28/CTiGmYGS5fw2ejgbVJZl.jpg)
ભરૂચમાં સ્કૂલ રિક્ષામાં વિદ્યાર્થીઓને જીવના જોખમે બેસાડી લઈ જતા રીક્ષા ચાલકનો વિડીયો વાયરલ થયો છે. હાલમાં તંત્ર દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે તેવામાં ભરૂચમાં ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તાર અને ચાવજ રોડ પર શાળાએ જતા વિદ્યાર્થીઓને રિક્ષામાં જીવના જોખમે બેસાડી લઈ જતા રીક્ષા ચાલકનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વિદ્યાર્થીઓનું અડધુ શરીર બહાર રહે તે રીતે તે રીક્ષામાં બેસાડી રીક્ષા ચાલક લઈ જાય છે ત્યારે આ ઘટનામાં અકસ્માત સર્જાઈ અને વિદ્યાર્થીઓને ઈજા પહોંચે તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. ત્યારે બેજવાબદારી પૂર્વક રિક્ષા હંકરતા રીક્ષા ચાલકો પર પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.