New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન
વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય
32 ટીમો લઇ રહી છે ભાગ
અંકલેશ્વરના ડી.એ.આણંદપુરા સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર તેમજ ભરૂચ ડિસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વરના ડી.એ.આણંદપુરા સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી તેમજ ભરૂચ ડિસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જીઆઈડિસીમાં આવેલ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની 32 જેટલી ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે.
ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ,અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટીના સેક્રેટરી અશોક પંજવાણી, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઈસ્માઈલ મતાદાર, મનીષ નાયક, સેક્રેટરી ઇસ્તીયાક પઠાણ ,સંદીપ વિઠલાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓ સ્થાનિક લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી આગળ વધે તે હેતુસર આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.
Latest Stories