17 વર્ષથી ઝાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘનું આયોજન
અંબાજી પગપાળા સંઘનું ગામના આગેવાનો દ્વારા પ્રસ્થાન
સમગ્ર પગપાળા સંઘમાં 70 જેટલા પદયાત્રીઓનો સમાવેશ
પદયાત્રીઓ ભાદરવી સાતમે અંબાજી મંદિરે ધ્વજા ચઢાવશે
માતાજીનું પૂજન અર્ચન કરી યાત્રાળુઓ ધન્યતા અનુભવશે
ભરૂચના ઝાડેશ્વર ગામથી અંબાજી પગપાળા સંઘનું ગામના આગેવાનો અને વડીલો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પગપાળા સંઘ 70 જેટલા પદયાત્રીઓ ભાદરવી સાતમે અંબાજી મંદિર તથા ગબ્બર પર ધ્વજા ચઢાવી માતાજીનું પૂજન અર્ચન કરશે.
ભરૂચના ઝાડેશ્વર અંબાજી પગપાળા સંઘ દ્વારા છેલ્લા 17 વર્ષથી ઝાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ઝાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘ આજરોજ શ્રાવણ વદ દશમને સોમવારના રોજ ઝાડેશ્વર ખાતે આવેલ અંબાજી માતાજીના મંદિરે ધ્વજા પૂજા કરી પગપાળા સંઘને ઝાડેશ્વર ગામના વડીલો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યો હતો.
માતાજીના રથના દર્શન કરવા મુખ્ય માર્ગ પર માઈભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. આ પગપાળા સંઘ 70 જેટલા પદયાત્રીઓ જોડાયા હતા, ત્યારે આ રથ આવનાર ભાદરવી સાતમના દિવસે અંબાજી પહોચશે, જ્યાં પદયાત્રીઓ ગબ્બર પર માતાજીના મંદિરે ધ્વજા ચડાવશે, અને ત્યારબાદ ભાદરવી આઠમના દિવસે માતાજીના મુખ્ય મંદિરને પણ ધ્વજા ચડાવી પૂજન અર્ચન કરશે.