ગ્રામસભાનો બહિષ્કાર કરતા ગ્રામજનો
પડવાણીયામાં મળી હતી ગ્રામસભા
ગ્રામજનોએ કર્યો ગ્રામસભાનો વિરોધ
કાયમી તલાટીની નિમણુંક કરવા માટે માંગ
તલાટી કમ મંત્રીના અભાવે પડી રહી છે મુશ્કેલી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા સાડા ત્રણ વર્ષ દરમિયાન ત્રણ જેટલા તલાટીઓની અવારનવાર બદલી કરવામાં આવી છે.જેના કારણે ગામના વિકાસના કામો ગુંચવાયા હતા.આ બાબતે ગામના સરપંચે તાલુકા વિકાસ અધિકારીથી લઈ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી દીઘી છે.સ્થાનિક ગ્રામીણોને વિવિધ દાખલાઓ બાબતે હાલાકી વેઠવી પડતી હોય ગ્રામજનોમાં પણ નારાજગી જોવા મળી હતી.
જોકે આ બધું મુશ્કેલીઓ સાથે પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં બીજી ગ્રામસભા યોજાઈ હતી,પરંતુ ગ્રામજનોએ ગ્રામસભાનો ફરીથી બહિષ્કાર કરી ગામના સરપંચ તથા ગ્રામસભામાં ઉપસ્થિત અધિકારીને જ્યાં સુધી કાયમી તલાટી નહીં મુકાય ત્યાં સુધી ગ્રામસભા નહીં યોજવા જણાવ્યું હતું, ગ્રામજનોએ જણાવ્યું છે કે પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ તમામ ગ્રામસભાના મતદાર સભ્યોએ જણાવ્યું હતું કે અમારી ગ્રુપ ગ્રામ પંચાયત પડવાણીયા પંચાયત ઓફિસ છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ત્રણ તલાટી કમ મંત્રીઓની વારંવાર બદલીઓ થતા ચાર્જમાં તલાટી કમ મંત્રી મૂકવામાં આવે છે, અને છેલ્લા છ મહિનાથી પડવાણીયા ગ્રામ પંચાયતમાં ચાર્જમાં તલાટી કમ મંત્રી મૂકવામાં આવ્યા છે.
તેઓ તલાટી કમ મંત્રી પાસે પણ ત્રણ પંચાયતના ચાર્જ હોવાથી અઠવાડિયામાં એક દિવસ પંચાયત ઓફિસ ખુલે છે, અને કદાચ એ દિવસે તાલુકા પંચાયતમાં મીટીંગ હોય તો પંદર દિવસે પંચાયત ઓફિસ ખુલે છે. તેથી અહીંના સ્થાનિક અને ગરીબ લોકોને પંચાયત ઓફિસના ધક્કા ખાવા પડે છે અને સ્થાનિક લોકોના કામ થતા નથી, જેથી જ્યાં સુધી કાયમી તલાટી કમ મંત્રી મુકવામાં નહીં આવે ત્યાં સુધી જેટલીવાર ગ્રામસભા ભરાશે એવી તમામ ગ્રામસભાનો બહિષ્કાર કરવા માટે આક્રોશપૂર્વક જણાવ્યું હતું.