ભરૂચની શાળા-કોલેજોમાં ચાલતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા...

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ વિવિધ શાળા-કોલેજમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બૂથ લેવલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ SIR ફોર્મ ભરી તેને સબમિટ કરવામાં આવી રહ્યા છે

New Update
  • શહેર-જિલ્લામાં ચાલતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

  • વિવિધ શાળા-કોલેજમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

  • બૂથ લેવલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ SIR ફોર્મ ભરાયા

  • કેમ્પ સ્થળોની ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ લીધી મુલાકાત

  • SIR ફોર્મ ભરવા અંગે અધિકારીઓને જરૂરી સૂચનો કરાયા 

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ વિવિધ શાળા-કોલેજમાં ચાલતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે સ્થળ મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કેમ્પ સવારે 9થી 1 કલાક સુધી ચાલી રહ્યા છેત્યારે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ વિવિધ શાળા-કોલેજમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બૂથ લેવલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ SIR ફોર્મ ભરી તેને સબમિટ કરવામાં આવી રહ્યા છેત્યારે આ કેમ્પ સ્થળોની ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા.

Latest Stories