ભરૂચ: કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો, 40 પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલ

કલેક્ટરે અરજદારોને રૂબરૂ મળી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગતા વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા.

New Update
Bharuch Swagat Program
ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. આ સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરે અરજદારોને રૂબરૂ મળી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગતા વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા.
જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવેલા અંદાજિત ૪૦ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories