New Update
ભરૂચ તાલુકાના સેગવા ગામની સીમમાં મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે મહિલા સાથે પતિ તરીકે રહેતા વ્યક્તિની ધરપકડ કરી છે. મહિલાના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધના વહેમમાં હત્યા કરાય હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચ તાલુકાના સેગવા ગામના એક વ્યક્તિ પશુઓનો તારીખ ચોથી ઓગષ્ટના રોજ ઘાસ ચારો લેવા માટે સીમમાં આવેલ તાડીયા વગામાં ખેતરમાં ઓરડી પાસે એક મહીલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પાલેજ પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં મૃતકનું નામ કાળીબહેન હોવાનું બહાર આવ્યું હતું સાથે જ કાળીબહેનની સાથે પતિ તરીકે રહેતો રામસિંગ ભીલ ફરાર હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.
ગુનાની તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાય હતી અને રામસિંગ ભીલની તપાસ માટે એક ટીમ સૌરાષ્ટ્ રવાના કરવામાં આવી હતી જ્યા રાજકોટના કુવાડવા નજીક તરઘડીયા ગામની સીમમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીની કડક પૂછપરછમાં હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.આરોપી રામસિંગ ભીલ અને કાળીબહેન મૂળ મધ્યપ્રદેશના છે અને સેગવા ગામે ખેતરમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા જો કે કાળીબહેનના અન્ય વ્યક્તિ જોડે આડા સંબંધના વહેમમાં થયેલ ઝઘડા બાદ રામસિંગ ભીલે તેમની ધારીયાના ઘા મારી હત્યા કરી ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories