અંકલેશ્વર શહેરની ગંગા જમના સોસાયટીમાં મહિલાનું મંગળસૂત્ર તૂટ્યું,ધોળા દિવસે બનેલી ઘટનાથી ફફડાટ

મહિલાએ ગળામાં પહેરેલું રૂપિયા 1.25 લાખના કિંમતનું મંગળસૂત્ર આંચકીને ગઠિયો ફરાર થઇ ગયો હતો, ધોળા દિવસે બનેલી ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ છવાયો

New Update
Chainesnaching

અંકલેશ્વર શહેરના કેશવ પાર્કમાં રહેતી મહિલા ત્રણ વર્ષીય પુત્રી સાથે મંદિર જતી હતી,તે અરસામાં ધોળે દિવસે અજાણ્યો ઈસમ તેમના ગળામાંથી રૂપિયા 1.25 લાખના કિંમતનું સોનાનું મંગળસૂત્ર તોડીને ફરાર થઇ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરની કેશવ પાર્ક સોસાયટીમાં રહેતી મેઘા હિતેશભાઈ સાવળે નજીકમાં આવેલ ગંગા જમના સોસાયટીમાં પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે પીપળેશ્વર મહાદેવ મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન એક બાઈક પર અજાણ્યો ઈસમ ધસી આવ્યો હતો,અને મેઘાબેનના ગળામાં પહેરેલું રૂપિયા 1.25 લાખના કિંમતનું મંગળસૂત્ર આંચકીને ગઠિયો ફરાર થઇ ગયો હતો, ધોળા દિવસે બનેલી ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ છવાય ગયો હતો. ઘટના અંગે મેઘાબેન દ્વારા અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી,પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

Latest Stories