ભરૂચ: ઝઘડિયની થર્મેકસ કંપનીમાં ઉંચાઈ પરથી પટકાતા કામદારનું મોત, પોલીસે તપાસ શરૂ કરી

થર્મેક્સ કંપની ખાતે હાઇડ્રોક્લોરિક એસિડની ટાંકી ઉપર પીંજરું મૂકી કામગીરી ચાલી રહી હતી. દરમિયાન પીંજરા પરથી પગ લપચતા મયૂરભાઈ નીચે પડ્યા અને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.

New Update
thermax Company
ભરૂચની ઝઘડિયા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી થર્મેક્સ કંપનીમાં આજે સવારે કામ દરમિયાન કામદાર ઊંચાઈ પરથી નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું.મૃતક મયૂર મગીલાલભાઈ પટેલ  કૂવાળા ગામના રહેવાસી હતા. થર્મેક્સ કંપની ખાતે હાઇડ્રોક્લોરિક એસિડની ટાંકી ઉપર પીંજરું મૂકી કામગીરી ચાલી રહી હતી. દરમિયાન પીંજરા પરથી પગ લપતા મયૂરભાઈ નીચે પડ્યા અને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. સાથે કામ કરતા નીતિનમલ્હાર લાલજીભાઈ સિંહ પણ નીચે પડ્યા હતા પરંતુ તેમને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઝઘડિયા જી.આઇ.ડી.સી. પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Latest Stories